www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એડવોકેટ પલેજા હત્યાકાંડના આરોપી સાઇચા ગેંગના આરોપીઓની જેલબદલી


સાંજ સમાચાર

જામનગર તા.22
જામનગરના ચકચારી એડવોકેટ હારૂન પલેજા હત્યાકાંડને લઈ સનસનાટી મચી હતી. જે અંગે 15 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે સીટની રચના કરી હતી. પોલીસે દ્વારા સીટની રચના કરાયા બાદ સાઈચા ગેંગના એક પછી એક તમામ આરોપીઓને ઉઠાવી લીધા હતા. જેને કોર્ટમાં ધકેલી રિમાન્ડ મંજૂર કરાયા બાદ હાલ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી લીધા છે.

જામનગરના બેડી વિસ્તારમાં ફારૃક-એ-રઝા ચોકમાં વસવાટ કરતા હારૃનભાઈ કાસમભાઈ પલેજાની 13 માર્ચ 2024ના રોજ સાડા છએક વાગ્યે હત્યા કરાઈ હતી. વકીલ પલેજા પોતાના ઘરેથી રોઝું છોડવા માટે બુલેટ મોટરસાયકલ પર નીકળ્યા હતા. તેઓ જ્યારે બેડીમાં વાછાણી મીલ રોડ પર જીએમબી કોલોની નજીક પહોંચ્યા ત્યારે જ બેડીની કુખ્યાત સાયચા ગેંગના 15 જેટલા શખ્સોએ નિર્મમ હત્યા કરી હતી.

બાદમાં બધા આરોપીઓ ભાગી છૂટ્યાં હતાં. આ બનાવ અંગે મોડીરાત્રે મૃત્તકના ભત્રીજા અને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગૃહમંત્રીની સુચનાથી સીટની રચના પણ કરવામાં આવી હતી. બાદમાં ક્રમશ: આરોપીઓની ધરપકડ કરાઇ  હતી.

તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે જેના રિમાન્ડ મંજૂર થયા બાદ હવે આરોપીઓને જુદાજુદા જેલવાલે કરવામાં આવી રહ્યા છે જેમાં બશીર જુસબ સાયચા અને ઉમર ઓસમાણ ચમડીયાને રાજકોટ જેલ હવાલે કરાયા છે. જયારે સિકંદર નુરમામદ સાયચા, અને શબ્બીર ઓસમાણ ચમડીયાને લાજપોર સુરત જેલ ખાતે ધકેલી દેવાયાં છે. તથા ઇમરાન અને એજાજ અમદાવાદ જેલ અને ગુલામ અને રમજાનને વડોદરા જેલમાં ધકેલી દેવાયા છે. તથા દિલાવર અને સુલેમાન ગાંધીધામ ગાડપદર જેલમાં તેમજ મહેબૂબ પલારાને ભુજ અને અસગરને અમરેલી જેલ ભેગા કરવામાં આવ્યા છે.

Print