www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જમ્મુ કાશ્મીર: રક્ષાબંધન પછી ખીણમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા, પાંચ તબક્કામાં યોજાવાની અપેક્ષા; તૈયારીઓ શરૂ


સાંજ સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રક્ષાબંધન પછી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂચિત વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં કરાવવાની યોજના છે. 24 જૂનથી નવી દિલ્હીમાં રાજ્યના માસ્ટર ટ્રેનર્સની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 

નવેમ્બર-ડિસેમ્બર 2014માં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પછી 2015માં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, પરંતુ ભાજપ દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે સરકાર જૂન 2018માં પડી ગઈ હતી.

ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના શિક્ષકો દિલ્હીમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ 24 થી 26 જૂન સુધી થશે.

Print