www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વિશ્વ કપમાં ભારતની જીતને વધાવતું જામનગર


સાંજ સમાચાર

આઇસીસી આયોજીત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ વેસ્ટઇન્ડીઝના બાર્બાડોસ ખાતે શનિવાર રાત્રે રમાયો હતો. ફાઇનલ મેચમાં ભારતે પ્રથમ દાવ લઇ 176 રનનો સ્કોર કર્યો હતો.

આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમને જીત માટે છેલ્લી ચાર ઓવરમાં માત્ર 26 રન કરવાના બાકી હતા અને છ વિકેટ હાથમાં હતી. આમ છતા હાદિક પંડયા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવની શાનદાર રમતને કારણે દક્ષિણ આફ્રિકાના નામાંકિત બેટધર કલાસેન અને ડેવિડ મિલર આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાના હાથમાંથી વિજયનો પ્યાલો ઢોળાઇ ગયો હતો અને ભારત સાત રને જીતીને વિશ્વ વિજેતા બન્યું હતું.

આ પહેલા ભારતે સેમીફાઇલનમાં ઇગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતીય ટીમ ચેમ્પિયન થતા જ દેશભકિતનો જુવાળ જયાં સૌથી પહેલા જોવા મળે છે તેવા જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને નાચ-ગાન સાથે ઉજવણી કરી હતી તથા આતશબાજી પણ કરી હતી. યુવાનોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભારત માતાની જયના સુત્રો પણ પોકાર્યા હતા. આ વિસ્તારના પૂર્વ નગરસેવક અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એડવોકેટ મનિષ કનખરા પણ ખાસ હાજર રહ્યા હતા.

(તસ્વીર: હિતેષ મકવાણા)

Print