www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ ગુર્જર ક્ષત્રિય કડીયા ખેડૂત બોર્ડીંગના પ્રમુખ-મંત્રીની વરણી


પ્રમુખ તરીકે જે.કે. ચાવડા અને મંત્રી પદે પ્રવિણભાઈ મારૂને જવાબદારી

સાંજ સમાચાર

(જગદીશ રાઠોડ) ઉપલેટા તા.22
 તાજેતરમાં જુનાગઢ બોર્ડીંગ ખાતે ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડીયા ખેડુત જ્ઞાતી બોર્ડીંગના હોદેદારો ટ્રસ્ટીઓ વહીવટી સમીતી અને કારોબારી સમીતીની એક મિટીંગ સંસ્થાના ઉપપ્રમુખ ઈગલ એસ્ટેટ વાળા પ્રકાશભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં સંસ્થાના છેલ્લા 32 વર્ષથી પ્રમુખ પદે રહેલા જુનાગઢના પૂર્વ મેયર સ્વ. ધીરૂભાઈ ગોહેલનું અવસાન થતા ખાલી પડેલ પ્રમુખની જગ્યાએ પ્રમુખ તરીકે નિવૃત સમાજ કલ્યાણ અધિકારી અને પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના ઉપપ્રમુખ જે.કે. ચાવડાની અને મંત્રી તરીકે પ્રવિણભાઈ મારૂની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

 મિટીંગની શરૂઆતમાં બે મીનીટ મૌન પાળી સ્વ. ધીરૂભાઈ ગોહેલને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ જુનાગઢ સમાજના નવા વરાયેલા પ્રમુખ ગ્રીન સીટી વાળા યુવા ઉદ્યોગપતી વિવેકભાઈ ગોહીલનું અને બોર્ડીંગના પ્રમુખ મંત્રીનું પણ ઉપસ્થિત આગેવાનોના હસ્તે શાલ ઓઢાળી ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું.

 તેમજ આ મિટીંગમાં જુનાગઢના વિવેકભાઈ ગોહીલ, વેરાવળના શૈલેષભાઈ પરમાર, ઉપલેટાના પી.પી. ટાંક, મેંદરડાના અશોકભાઈ સોલંકી અને વંથલીના જયસુખભાઈ કાચાની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવેલ અને સંસ્થાના ઉપપ્રમુખ ગોરધનભાઈ ટાંકે સ્વૈચ્છીક રાજીનામુ આપતા તે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું.

 આ મિટીંગમાં જુનાગઢ શહેર જીલ્લા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગીર સોમનાથ રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા જામનગર શહેર અમરેલી જીલ્લા સહીત સૌરાષ્ટ્રભરમાંથી જ્ઞાતીના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે નવનિયુકત પ્રમુખ જે.કે. ચાવડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે કારોબારીના સભ્યો સહીતનાઓ ભારે જંહેમત ઉઠાવી હતી તેવી યાદી સેવા સંસ્થાના પ્રમુખ વજુભાઈ કાચા અને ખજાનચી કિશોરભાઈ ચોટલીયાએ આપેલ છે.

Print