www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાંચીપુરમ સિલ્ક સાડીઓ 50 ટકા મોંઘી બની


જાણીતા સિલ્કની સાડીઓ પર સોનામાં ભાવ વધારાની અસર!!

સાંજ સમાચાર

ચેન્નાઈ:

ચેન્નાઈ વેડિંગ સીઝન આવી ગઈ છે. આવી સ્થિતિમાં કાંચીપુરમ સિલ્કની સાડીઓ ખરીદવા માટે પરિવારો કપડાની દુકાનોમાં જઈ રહ્યા છે. પરંતુ સોનાની વધતી કિંમતોને કારણે આ સાડી ઘણી મોંઘી થઈ ગઈ છે. જેના કારણે લોકોના ખિસ્સા પર ઘણો બોજ પડી રહ્યો છે. કાંચીપુરમ સિલ્ક સાડીના ભાવમાં છેલ્લા આઠ મહિનામાં 50%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવી સાડીઓ ખરીદી રહ્યા છે જેમાં સોના અને ચાંદીનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે ઓકટોબરમાં સિલ્કની સાડી જેની કિંમત 70000 રૂપિયા હતી તે હવે 1.2 લાખ રૂપિયા થઈ ગઈ છે.જેના કારણે આ પ્રીમીયમ સાડીઓનું ઉત્પાદન અટકી ગયું છે.વધતી કિંમતોને કારણે, આ લગ્નની સીઝનમાં વેચાણમાં 20% ઘટાડો થઈ શકે છે. ઘણા ગ્રાહકો ચોકકસ બજેટ સાથે આવે છે અને ઓછા સોના અને ચાંદી (કાંચીપુરમ) વાળી સિલ્ક સાડીઓ પસંદ કરે છે. આ પ્રથમ વખત છે કે આટલા ટુંકાગાળામાં કાંચીપુરમ સિલ્ક સાડીના ભાવમાં 35-40%નો વધારો જોઈ રહ્યા છીએ. સોનાના ભાવમાં અભૂતપૂર્વ વધારાને કારણે આવું બન્યું છે.

Print