www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

Kerala : ગુગલ-મેપે ગેરમાર્ગે દોર્યા! કાર નદીમાં ખાબકી: બે યુવાનોનો બચાવ


ગુગલ-મેપને યુવાનો ફોલો કરતા હતા ત્યારે બનાવ બન્યો

સાંજ સમાચાર

કેરલ,તા.1
કેરલાના કાસરગોડ જિલ્લામાં પલ્લંચી ફોરેસ્ટ રોડ પર ગુરુવારે વહેલી સવારે એક કાર નદીમાં ખાબકી હતી. એ પછી બે યુવાનોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા. આ યુવાનો ગૂગલ-મેપના આધારે કર્ણાટકમાં આવેલી એક હોસ્પિટલમાં જઈ રહ્યા હતા અને તેમની કાર નદીમાં પડી હતી. જોકે કાર નદીમાં વહીને એક ઝાડમાં ફસાઈ ગઈ હતી અને ફાયરબ્રિગેડે બન્ને યુવાનોને બચાવી લીધા હતા.

આ ઘટના વિશે બોલતાં યુવાનોએ કહ્યું હતું કે ‘ગૂગલ-મેપથી રસ્તો ફોલો કરતાં અમે એક સાંકડી ગલીમાં પહોંચ્યા હતા અને રાત હોવાથી અંધારું હતું અને હેડલાઇટમાં જે દેખાતું હતું એના આધારે અમે આગળ વધતા હતા. અમે એક સાંડકી ગલીમાં પહોંચ્યા હતા અને એ રસ્તો અમને નદી પરના સાંકડા પુલ પર લઈ ગયો હતો.

અમે કંઈ સમજીએ કે વિચારીએ એ પહેલાં કાર નદીમાં પડી હતી અને પાણીનો પ્રવાહ તેજ હોવાથી અમારી કાર તણાઈ ગઈ હતી. જોકે એક ઝાડ પર કાર અટકતાં અમે મોબાઇલ ફોનથી અમારાં સગાંસંબંધીઓને ફોન કર્યો અને એ પછી ફાયરબ્રિગેડે આવીને અમને બચાવી લીધા હતા.

Print