www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાંથી બે સગીરાના અપહરણના ગુનાનો સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.24
મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યા હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગીરાના પિતાએ જણાવ્યુ છે કે, સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હતું કે, બપોરે ત્રણેક વાગ્યે તેની 14 નાની દીકરી અને તેની સાથે લગ્ન કરાવી દીધેલ મોટી દીકરી ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પછી ઘરે આવી નથી જેથી તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો.

ત્યાર બાદ સગીરાના પિતાએ બંને દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા એક આરોપી દિપક બાલુભાઈ વર્માની ધરપકડ કરીને તેને રિમાન્ડ લીધા હતા અને ત્યાર બાદ તેને જેલ હવાલે કર્યો હતો આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી મળી છે

બાઇક સ્લીપ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા સિંધાભાઈ રમેશભાઈ શેઠાણીયા (23) અને રાજેશભાઈ કાંતિલાલ કહાંગરા (24) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બંધુનગર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે બંને વ્યક્તિઓને ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા. 

મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ લોટસ સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જશવંતકુમાર વ્રજભાણ (28) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે માટે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.  

Print