www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોડીનાર નૃસિંહજી ભગવાન મંદિરે નૃસિંહજી પ્રાગ્ટય ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ


સાંજ સમાચાર

કોડીનાર,તા.22
કોડીનાર ખાતે આવેલા પૌરાણિક નૃસિહજી ભગવાન મંદિરે આજરોજ નૃસિહજી પ્રાગટ્ય ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન વિષ્ણુના 14 માં અવતાર તરીકે હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ભગવાને નૃહસિંહજીનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા તેના જીવંત પાત્રો સાથે આજે કોડીનારના નૃહસિહજી મંદિર ખાતે ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

 સાંજે પૂજા અર્ચના બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભાવિકોએ લાભ લીધો હતો. 

Print