www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ આજથી 15 દિવસ અને રેસકોર્સ પુલ તા.1 જુલાઈથી રિનોવેશન માટે બંધ


કોઠારીયા રોડ સ્નાનાગારમાં વર્ષો જુની પાઈપ લાઈનો સડી જતા રીપેરીંગ શરૂ: રેસકોર્સ પુલમાં લાદી, બાથ સહિતનું કામ હાથ ધરાશે

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
રાજકોટ કોઠારીયા રોડ સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર શહેરનો અને રાજયનો નમુનેદાર લોકમાન્ય તીલક સ્વિમિંગપુલમાં ઉનાળાની ઋતુ પૂર્ણ થતાં જ રીપેરીંગ રિનોવેશનની પ્રકિયા હાથ ધરાતા આજથી કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ તા.12મી જુલાઈ સુધી અને રેસકોર્સ સ્વિમિંગ પુલ તા.1 જુલાઈથી ત્રણ માસ માટે રિનોવેશન માટે બંધ રહેશે.કોઠારીયા રોડનો સ્વિમિંગ પુલમાં અવાર નવાર નેશનલ કક્ષાની ચેમ્પિયનશિપ યોજાતા દેશભરના રાજયોનાં સ્વિમરો માટે આ સ્વિમિંગ પુલની સ્વચ્છતા અને સુવિધા નિહાળી સરાહના વ્યકત કરતા હોય છે.

વર્ષોથી આ સ્વિમિંગ પુલ બીછાવેલી લોખંડ પાઈપ લાઈનો હવે કાટ ખાઈ સડી જતાં તેની મરામત માટે આજથી તા.12મી જુલાઈ સુધી પુલ બંધ રાખવાનો મનપાએ નિર્ણય લીધો છે. આ પુલમાં હાલ કટકે કટકે કરી ખોદકામ કરી જામ થયેલી લાઈનોની તપાસ કરાતા લાઈનો તદ્દન કાટ ખાઈ સડી ગઈ હોવાથી પાણી સપ્લાય બંધ થયું છે.

પરિણામે પુલ બંધ કરવાની ફરજ પડી છે.આ સ્થળે નવી ટકાઉ પાણીની પાઈપ બીછાવવા જાણકાર સભ્યોએ માંગણી ઉઠાવી છે.થુંકનાં સાંધાના બદલે મનપા મેયર-કમિશ્નર પુલની વિઝીટ કરી નવી આખેઆખી ટકાઉ મજબુત પાઈપ લાઈન નખાવે તેવી માંગણી ઉઠી છે.જયારે રેસકોર્સ સ્વિમિંગ પુલમાં પણ રિનોવેશનની કામગીરી થનાર હોવાથી આગામી તા.1 જુલાઈથી અંદાજે ત્રણ માસ માટે સ્વિમિંગ પુલ બંધ રહેશે. ઉનાળુ સીઝનની બેંચ પુર્ણ થવાને આર્ટ છે.ત્યારે બંને પુલમાં સમારકામ -રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે.

Print