www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરની ભાગોળે સૌથી વધુ ઝડપે વિકસતા વોર્ડ નં.18ના વિસ્તારોમાં રસ્તા સહિતની માળખાકીય સુવિધા માટેની પ્રક્રિયા આગળ વધારતી મહાપાલિકા

કોઠારીયાની નવી ટીપી 30-31ના ખેડૂત ખાતેદારોની સભા : મનપાને કુલ 421 પ્લોટ મળશે


વાંધા સૂચનો માટે એક માસનો સમય : યોગ્ય કેસમાં થશે હિયરીંગ : 25 ફુટથી 80 ફુટના રસ્તા નીકળશે : બંને યોજનામાં કુલ 54 સર્વે નંબર અને 146 મુળખંડ સામેલ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
વોર્ડ નં.17 અને 18ને લાગુ અને સૌથી વધુ વિકસીત વિસ્તારની યાદીમાં આવતા કોઠારીયાની ડ્રાફટ ટીપી સ્કીમ નં. 30 અને 31 માટેનો ઇરાદો 11 મહિના પહેલા ગત તા. 19-7-23ના રોજ ઠરાવથી જનરલ બોર્ડમાં જાહેર કરાયો હતો. જે અંતર્ગત ગઇકાલે જમીન માલિકોની સભા બોલાવીને હિયરીંગ રાખવામાં આવ્યું હતું.

તો એક માસમાં વાંધા સૂચનો રજૂ કરવા મુદ્દત આપી યોગ્ય લાગે તેવા ફેરફારો કરવામાં આવશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગે જણાવ્યું છે. આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલતી બે યોજનામાં કોર્પો.ને કુલ 226 પ્લોટ મળશે અને ભવિષ્યમાં કુલ સવા ચાર લાખ ચો.મી. જગ્યામાં 25થી 80 ફુટના રોડ બનશે. 

કોઠારીયાનાં સર્વે નં.1,126,127,173/પૈકી,177 થી 181, 184 થી 192, 197 થી 202 તથા 352 પૈકી. યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને ટીપી 30ની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો સરકારી રાજ્યપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, 

યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા) 
ઉત્તરે સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.29(કોઠારીયા)ની હદ, દક્ષિણે નગર રચના યોજના નં.38(કોઠારીયા)ની હદ તથા કોઠારીયા ગામતળ, પૂર્વમાં ખોખડદડી નદી તથા કોઠારીયા ગામતળ, પશ્ચિમે સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.31(કોઠારીયા)ની હદ આવેલ છે. યોજનામાં કુલ 25 સર્વે નંબર અને 70 મૂળખંડ સામે  ખાનગી તથા સરકારી જમીનોને કુલ 141 અને મનપાને અનામત જમીન તરીકે 85 મળીને 226 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. 

એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 26, રહેણાંક વેંચાણ માટે 6, વાણિજ્ય વેંચાણ માટે 8, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 11 તેમજ ગાર્ડન, ઓપન સ્પેસ, પાર્કિંગ હેતુ માટે 34 પ્લોટ્સ મળીને કુલ 85 અંતિમખંડોની 1,21,970 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 2,01,311 ચો.મી. જેટલાં 7.50 મી., 9 મી., 12 મી., 15 મી., 18 મી., 20 મી. તથા 24 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ છે. સરકારી જમીનમાં 40 ટકા, ખાનગીમાં 25.73 અને સરેરાશ કપાત 29.53 ટકા છે. 

ટીપી નં.31
ગામ કોઠારીયાનાં સર્વે નં.193,194,196,216 થી 228, 250 થી 253, 258 થી 260, 262 થી 266 તથા 352 પૈકીના જમીન માલિકોને પણ યોજના અંગે માર્ગદર્શન આપી વાંધા સૂચનો માંગવામાં આવ્યા છે અને નાના મવા ચોક સેન્ટર ખાતે સ્કીમ મૂકીને એક માસનો સમય અપાયો છે.

યોજનાનો હદ વિસ્તાર
ઉત્તરે સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.28(કોઠારીયા)ની હદ, દક્ષિણે નં.38 (કોઠારીયા)ની હદ તથા કોઠારીયાનો નોન ટી.પી. વિસ્તાર, પૂર્વેમાં યોજના નં.30(કોઠારીયા)ની હદ તથા મુસદ્દારૂપ નગર રચના યોજના નં.38(કોઠારીયા)ની હદ, પશ્ચિમે હયાત રેલ્વે ટ્રેક, નેશનલ હાઈવે તથા કોઠારીયાનો નોન ટી.પી. વિસ્તાર આવેલ છે 

યોજના વિસ્તારમાં કુલ 29 સર્વે નંબર અને 76 મૂળખંડ સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 140 અને મનપાને અનામત જમીન તરીકે 56 મળીને 195 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. તેમાં એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 8, રહેણાંક વેંચાણ માટે 4, વાણિજ્ય વેંચાણ માટે 6, ઔદ્યોગિક વેંચાણ માટે 9, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 12 તેમજ ગાર્ડન, ઓપન સ્પેસ, પાર્કિંગ હેતુ માટે 17 પ્લોટ્સ મળીને કુલ 56 અંતિમખંડોની 1,37,034 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.

2,28,266 ચો.મી. જેટલાં 9 મી., 12 મી., 15 મી., 18 મી., 20 મી., 24 મી. તથા 60 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

Print