www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચ્છના ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના કાફલાને અમરાપર નજીક રોકતા ક્ષત્રિય યુવાનો


કેટલાક યુવાનોએ રોડ નહિ છોડવાની જીદ પકડતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો

સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ તા.26
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે અહીંના સ્થાનિક સાંસદ પદ માટેના ઉમેદવાર અને ભાજપના આગેવાનોનો ખડીર જેવા અતિ દુર્ગમ રણ વિસ્તારમાં આક્રમક વિરોધ થતા ચકચાર મચી હતી. નેતાઓના કાફલાને રણ વચ્ચે રોકી દેવાતાં નેતાઓની હાલત કફોડી બની હતી. જોકે અમરાપરની સભા કેન્સલ કરી રતનપરમાં સભા કરી હોવાનો દાવો સૂત્રો દ્વારા કરાયો હતો. આજે કચ્છના સાંસદ પદના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રાપર તાલુકામાં પ્રચાર પ્રવાસ હતો જેના કારણે બાલાસરમાં સભા કરીને સાંસદનો કાફલો ખડીરના અમરાપર ખાતે સભા કરવા રવાનો થયો હતો. 

જોકે કાફલો ખડીર પહોંચે તે પહેલા જ ખડીરના ક્ષત્રિય યુવાનોનું ટોળું અમરાપર રોડ ઉપર ઘસી આવ્યું હતું અને રૂપાલા હાય હાયના નારા શરૂ કરતા ખડીર પોલીસ. રાપર, બાલાસર પોલીસ સ્ટાફનો મોટો કાફલો અમરાપર ઘસી ગયો હતો અને સુત્રોચાર કરી રહેલા ટોળા ને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા મામલો તંગ બન્યો હતો.

જેમાં કેટલાક યુવાનો દ્વારા રોડ નહીં છોડવાની જીદ પકડતા પોલીસે બળ પ્રયોગ કરતા શાંતિથી વિરોધ કરી રહેલા બીજા યુવાનો પણ ઉશ્કેરાયા હતા અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. જેમાં બે ત્રણ યુવાનોને ઈજાઓ પણ થયાનું જાણવા હતું. જોકે અમરાપરમાં રોડ ઉપર ક્ષત્રિય યુવાનો આવ્યા ના મેસેજો મળતા પોલીસ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનો કાફલો અમરાપરના રણની વચ્ચો વચ્ચે કલાકો સુધી રોકી રખાયો હતો.

જેના કારણે નેતાઓની હાલત કફોડી થઈ હતી. તો રણમાં સાંસદનો કાફલો રોકાયો હતો તે દરમિયાન કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કાફલામાંથી આગળ ગાડી લઈને આવીને ક્ષત્રિય યુવાનોને સમજાવતા મામલો થાળે પડયો.

Print