www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રહલાદ પ્લોટમાં કુમનભાઈ રાણપરાને હાર્ટએટેક આવતાં મોત


સાંજ સમાચાર

રાજકોટ, તા.22
પ્રહલાદ પ્લોટમાં કુમનભાઈ રાણપરાને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.બનાવની વિગત મુજબ કુમનભાઈ નરભેરામ રાણપરા (ઉ.વ.65 રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં-28) ગઈ કાલે સવારે ચારેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતાં. ત્યારે અચાનક બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ ત્રણ ભાઈ અને બે બહેનમાં બીજાં નંબરના હતાં. તેમજ તેઓને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. મૃતકને હાર્ટ એટેક આવ્યો હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.

Print