www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોડપર ગામે જામેલા જુગારના પાટલા ઉપર એલસીબી ત્રાટકી


3.45 લાખના મુદ્દામાલ સાથે સાત પંટરોને ઝડપી લેવાયા

સાંજ સમાચાર

જામનગર તા.22

જામનગર એલસીબીએ વધુ એક વખત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે જુગાર જામેલી મહેફીલ પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કુલ રૂપિયા 3.45 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડાની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે એલસીબીએ બાતમીના આધારે જુગાર રમી રહેલાં શખ્સોને ઝડપી પાડ્યા હતાં. એલસીબી સ્ટાફના કલ્પેશભાઇ મૈયડ, ક્રિપાલસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં લખમણભાઇ ગોજીયાની વાડીના શેઢે બાળવના ઝાડ નીચે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યાં છે. આ ચોક્કસ હકીકતના આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.

જેમાં જગાર રમી રહેલાં લખમણભાઇ પાલાભાઇ ગોજીયા (ઉ.વ.54, રહે. મોડપર ગામ, વિડાવાસી સીમા વિસ્તાર, તા.લાલપુર. જી.જામનગર), સાજણભાઇ રણમલભાઇ કનારા (ઉ.વ.50, રહે.ગોકુલનગર, શિવનગર-2, શેરી નં.1, જામનગર), નાગશીભાઇ મંગુભાઇ ગઢવી (ઉ.વ.37, રહે.પરોડિયા ગામ, તા.ખંભાળિયા, જી.દેવભૂમિ દ્વારકા), સંદિપભાઇ બાબુભાઇ તરાવિયા (ઉ.વ.31, રહે.સિલ્વર પાર્ક, શેરી નં.1, સેટેલાઇટ, લાલપુર બાયપાસ પાસે, જામનગર), વેજાણંદભાઇ વીરાભાઇ આંબલિયા (ઉ.વ.40, રહે.નારાયણનગર, શ્રૃતિપાર્ક, શેરી નં.1, ગોકુલનગર, જામનગર), યુવરાજસિંહ પ્રાગજી જાડેજા (ઉ.વ.40, રહે.કબીરવિસોત્રી ગામ, તા.ખંભાળિયા, જી.દેવભૂમિ દ્વારકા), રણછોડભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.55, રહે.ગોકુલનગર, રડાર ગેઇટની પાસે, ખોડિયારનગર, જામનગર) નામના સાત શખ્સોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.1,24,000 રોકડા, રૂા.21000 ની કિંમતના છ મોબાઇલ અને રૂા.2,00,000 ની મારૂતિ સ્વીફ્ટ કાર સહિત કુલ રૂા.3,45,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી એલસીબી પીઆઇ વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડિયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ કોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

Print