www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પોલીસ હેડક્વાર્ટરમાં બનેલ લાખાણી સરોવર અને કોપર એલિગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો


સાંજ સમાચાર

રાજકોટ, તા.24

સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 180 થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેમાં રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે પોલિસ હેડક્વાર્ટર ખાતે હરીશભાઈ લાખાણીના આર્થિક સહયોગથી બનેલ લાખાણી સરોવર અને બાબુ લાઈમ (લુણાગારીયા)પરિવાર તથા હરિભાઈ ચૌહાણ પરિવારના આર્થિક સહયોગથી બનેલ કોપર એલીગેન્સ સરોવર સિઝનના પેલા જ અમૃત સમાન વરસાદથી વિશાળ પાણી આવવાથી બને સરોવર ઓવરફલો થયેલ છે. 

જેનાથી આજુબાજુના વિસ્તારોમાં જમીનના તળમાં ખારું તુળું અને કડયુ પાણીનું લેવલ 1500 થી 2500 ફૂટ હોય તે ખુબજ ઝડપથી 25 થી 50 ફૂટે મીઠું અને શુદ્ધ પાણી ઉપર આવી જશે. જેનાથી લોકોના આરોગ્યમાં ફાયદો થશે તેમજ આર્થિક દ્રષ્ટીએ મોટો ફાયદો થશે. શહેરમાં સંપૂર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી રોકવા હોકળામાં ગટરનું ગંદુ પાણી બંધ કરાવીને 10થી વધુ ચેકડેમો બનાવેલ છે. જેમાંથી હાલમાં પેલા વરસાદમાં ર ચેકડેમ ઓવરફલો થયેલ છે. જો લોકો દબાણ ન કરે કે કચરો ન નાખે અને કોર્પોરેશન દ્વારા ગટરના ગંદા પાણી બંધ કરવામાં આવે અને લોકો આર્થિક સહયોગ આપે તો વરસાદી પાણી રોકાય તેના માટે 125 થી વધુ ચેકડેમ બને તેમ છે.

આ સરોવર બનાવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, કોપર એલીગેન્સના પ્રમુખ મકવાણાભાઈ, બાબુ લાઈમ (લુણાગારીયા પરિવાર), સહિતના જોડાયા હતા.

Print