www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માંગરોળ પંથકમાં ભૂમાફીયાઓ બેફામ: ગેરકાયદે ખનન


માંગરોળમાં કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના સેખમીયા તળાવની સરકારી જગ્યામાં પેશકદમી થયાનો આક્ષેપ

સાંજ સમાચાર

(વિનુભાઈ મેસવાણીયા) 
માંગરોળ,તા.22

માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ભુ માફીયાઓએ માજા મુકી હોય તેમ અને શહેરના અનેક વિસ્તારોમાં સરકારી જમીનની પેસ કદમી થયાનાં આક્ષેપો થયા છે તેમાં હાલ માંગરોળ કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના સેખ મિયા તળાવમાં સરકારી જગ્યાનુ પેશકદમી  થય હોવાનાં આક્ષેપથી ખળભળાટ મચ્યો છે.જૂની સરકારી જમીનમાં પેશકદમીમાં ફરી મોટો વધારો કરી અડધા ભાગના તળાવ માં ફરિવાર પેસકદમી કરી હોવાની આશંકાથી ફરીયાદો ઉઠી છે ખનીજ નાખી તળાવ બુરી દેવામાં આવ્યું છે તેવાપણ આક્ષેપો થયા છે અને આ બધું જાહેર રસ્તા પર હોવાથી રેવન્યુ વિભાગને આ બાબતે જાણ થતાં  રેવન્યુ વિભાગ દ્વારા પેશકદમી અંગેની તપાસ હાથ ધરી છે.  

તેમજ આજ જગ્યામાં ફરી તળાવની પેસકદમી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે સ્થળ ખરાઈ કરવા મામલતદાર માંગરોળ દ્વારા આદેશ કર્યો છે હા સરકારી જમીન અને આ તળાવ માંગરોળના એક એક માણસથી જાણીતી છે અને આ જગ્યા માંગરોળ ની સરકારી અલગ અલગ સંસ્થાઓ પણ પોતાના ઉપયોગ માટે માગણી કરી રહી છે ત્યારે બીજી તરફ આ પેસકદમી દર વર્ષે ને વર્ષે વધી રહી છે અને અનેક લોકો દ્વારા અધિકારીઓનું ધ્યાનમાં પણ દોરવામાં આવતાં તપાસનાં આદેશ આપ્યો છે  હાલતો તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પેશકદમી નીકળે તો તેને તાત્કાલિક ખાલી કરાવવા પણ મૌખીક સુચનાઓ આપી છે.

Print