www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વકીલ હારૂન પલેજા હત્યા કેસના આરોપીની જામીન અરજી રદ્દ


અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લેવાનો ઇરાદો દેખાડી કરેલી ત્રણ અઠવાડિયા માટેની જામીન માટેની અરજી અદાલતે રદ્દ કરી

સાંજ સમાચાર

જામનગર તા.22
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં થયેલી વકીલની હત્યા કેસમાં પકડાયેલા 15 આરોપીઓ પૈકીના એક આરોપીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ત્રણ અઠવાડિયાની જામીન અરજી કરી હતી. જેને અદાલતે રદ કરી છે.

જામનગરના એડવોકેટ હારૂન પાલેજાની ગત તારીખ 13 માર્ચના રોજ બેડેશ્વર વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજવવામાં આવી હતી. આ અંગે 15 આરોપીઓ સામે પોલીસના ફરિયાદ નોંધાતા પોલીસે હત્યા સહિતની કલમ મુજબ ગુનો નોંધી એક પછી એક તમામ 15 આરોપીને પકડી પાડયા હતા અને જેમને જેલ હવાલે કર્યા હતા. આ 15 આરોપીઓ પૈકીના એક આરોપી ઉમર ઓસમાણ ચામડીયાએ ત્રણ અઠવાડિયા માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટેના મુદ્દા હેઠળ અદાલતમાં જામીન અરજી કરી હતી.

જેની સામે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ દલીલો કરી હતી કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. અને જો આરોપીના જામીન મંજુર થશે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. આથી તેમને જામીન આપવા જોઈએ નહીં. તમામ દલીલો સાંભળ્યા પછી એડિશનલ સેન્સ જજ એમ.આર ચૌધરી એ આરોપીની જામીન અરજીના મંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ કે. ભંડેરી રોકાયા હતા.

Print