www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતીય અર્થતંત્રની છલાંગ : RBI ના બુલેટીનમાં દાવો


શહેરો કરતા ગામડામાં ચીજવસ્તુના વેંચાણમાં વધારો : પહેલા કવાર્ટરમાં જીડીપી વૃધ્ધિદર 7.5% રહેવાની આશા

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 22
ભારતીય રીઝર્વ બેંકના બુલેટીનમાં ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ પર પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે દ્રષ્ટિકોણ નાજુક થતો જઇ રહ્યો છે. કારણ કે મોંઘવારી પર નિયંત્રણ ઘટી રહ્યું છે. ભારતમાં આશાઓ વધી રહી છે કે દેશ લાંબા સમયથી જે સ્થિતિની રાહ જોતો હતો એ અર્થ વ્યવસ્થાની ઉડાનના દરવાજા પર પહોંચી ગયો છે. હાલના સંકેત કુલ માંગની ગતિ ઝડપી હોવાનો ઇશારો કરે છે.

રીઝર્વ બેંકના મે મહિનાના બુલેટીન મુજબ ભારત ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વધતી માંગ, અનાજ સિવાયના ખર્ચના કારણે લાંબા સમયથી રાહ જોવાતી હતી એ સ્થિતિ દેખાવા લાગી છે. વૈશ્વિક  સ્તરે મુડીના પ્રવાહમાં ચડાવ ઉતાર આવ્યા છે કારણ કે ગભરાયેલા રોકાણકારો જોખમથી દુર થઇ ગયા છે. 

આ અહેવાલમાં જણાવાયું છે કે એ વાતની આશા વધી રહી છે કે ભારત હવે ટાર્ગેટ મુજબની સ્થિતિમાં પહોંચવા લાગ્યું છે. બે વર્ષમાં પહેલી વાર ફાસ્ટ મુવીંગ ક્ધઝયુમર ગુડસની ગ્રામીણ માંગે શહેરી બજારોને પણ પાછળ રાખી દીધા છે. એફએમસીજીના વેચાણમાં 6.5 ટકાની વૃધ્ધિ છે. તો ગ્રામીણ ક્ષેત્રમાં 7.9 ટકા વૃધ્ધિ દેખાઇ છે. જયાં આંકડો શહેરોમાં 5.7 ટકા છે. 

ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વધતી માંગ અને અન્ય ખર્ચાઓના કારણે ચાલુ નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃધ્ધિદર 7.5 ટકા રહેવાની ધારણા છે. આર્થિક ગતિવિધિ સૂચકાંક અનુસાર એપ્રિલમાં આ વ્યવહારમાં ઉછાળો આવ્યો હતો. 2024-25ના પહેલા કવાર્ટરમાં જીડીપી વૃધ્ધિ 7.5 ટકા નજીક રહેવાની ધારણા છે.

Print