www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રિ-બજેટ મીટીંગમાં નાણામંત્રીને નિષ્ણાંતોની સલાહ

આયુષ્યમાનમાં કવરેજ વધારવું જોઇએ : શિક્ષણનું બજેટ પણ વધારવાની જરૂર છે


સાંજ સમાચાર

નવી દિલ્હી : આયુષ્યમાન ભારત યોજના હેઠળ કવરેજ વધારવું જોઇએ, ગરીબ પરિવારોની મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દુર કરવા પર વધુ ભાર આપવો જોઇએ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ માટે સામાન્ય બજેટમાં વધુ ફાળવવી કરવી જોઇએ અને સંખ્યા વધારવા સહિત અન્ય સુવિધાઓમાં સુધારો કરવો જોઇએ.

હોસ્પિટલોમાં પથારીઓ વધારવા જેવા આ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો હતા. જે નિર્મલા સિતારામણને ગુરૂવારે મળ્યા હતા. તેમણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે પ્રી-બજેટ બેઠક યોજી હતી.

સુત્રોએ જણાવ્યું કે બેઠકમાં આયુષ્યમાન ભારત યોજના પર ચર્ચા કરવમાં આવી હતી અને એવો સંકેત મળ્યો હતો કે સરકાર આ યોજના હેઠળ કવરેજ વધારી શકે છે. આ બજેટમાં શિક્ષણની સાથે આરોગ્ય માટે સારૂ એલોકેશન કરી શકે છે. ગ્રામીણ મહિલાઓ અને બાળકોમાં કુપોષણને દુર કરવા પર સરકાર આ માટે કેટલીક યોજનાઓ લવી શકે છે.

ઓરંગાબાદ ડો.હેડગેવાર હોસ્પિટલના ટ્રસ્ટી ડો.અનંત પંધારે, જેઓ બેઠકમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે, અમે આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાનો સામનો કરવા માટેના પગલા પર ભાર મુકયો હતો. સરકારની ચિંતા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ઇન્ફ્રાસ્ટ્રકચરને કેવી રીતે સુધારવું.

એસોસીએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયાના ડીજી ડો. ગિરધર જ્ઞાનીએ જણાવ્યું હતું કે લોકોને ગંભીર રોગોની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ જવું પડે છે. અમે આયુષ્યમાન યોજના હેઠળ આ માટે કો-પેમેન્ટ સિસ્ટમનું સૂચન કર્યુ છે. 

 

Print