www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ શહેર અને જિલ્લામાં સાંજ સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા


ગોંડલ-કાલાવડમાં જોર વધુ રહેશે: સૌરાષ્ટ્ર-ગુજરાતનાં 32 જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ પડશે

સાંજ સમાચાર

રાજકોટ તા.27

છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લામાં 0॥થી3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે, આજે પણ શહેર અને જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

ત્યારે, આજે સાંજ સુધીમાં રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાનાં જુદા-જુદા તાલુકાઓમાં હળવોથી મધ્યમ એટલે કે 0॥થી3 ઈંચ સુધીનો વરસાદ પડે તેવા નિર્દેશો હવામાન વિભાગનાં સૂત્રોએ આપેલા છે. આ ઉપરાંત આજે પણ ગોંડલ અને કાલાવડ તાલુકામાં વરસાદનું જોર વધુ રહે તેવા નિર્દેશો હવામાન વિભાગે આપેલા છે. રાજકોટ જિલ્લાનાં અન્ય તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે. આ ઉપરાંત આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયનાં 32 જિલ્લાઓમાં પણ હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં 2થી3 સ્થળો ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (27મી જૂન) બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. જયારે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Print