www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાણીની તરસ છીપાવવા સિંહો નદીના પટમાં ખાડો ખોદવા મજબુર બન્યા: વિડિયો વાયરલ


સાવરકુંડલાના ધોબા ગામે પીવાના પાણી માટે સિંહોનો રઝળપાટ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) 
અમરેલી, તા.24

અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણાં જ સમયથી સૂર્યનારાયણ આકરા પાણીએ હોય, ત્યારે લોકો, પશુ, પક્ષી તથા વન્ય પ્રાણીઓ કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે જંગલના રાજા વનરાજ  પણ ગરમી સામે લાચાર થઈ ગયા હોય, તેમ નદીના પટ્ટમાં ખાડો ખોદી અને પીવાના પાણી શોધવાનો પ્રયત્ન કરતા હોવાનો અને ગરમી સામે રાહતમેળવવાનો પ્રયાસ કરતા હોવાનો દયનીય વિડીયો આવ્યો સામે આવ્યો છે.

આ ઘટનામાં  મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના  ઘોબા ગામે આવેલ મેરામણ નદીમાં જંગલના રાજા ગણાતા સિંહ પણ આ કાળઝાળ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે પીવાના પાણી માટે રજળપાટ કરતાં હોય, પરંતુ આ મેરામણ નદીમાં પીવાનું નહીં મળતાં આખરે થાકીને આ સિંહ પાણી માટે નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી કાઢવાનો પ્રયત્ન કરતો દયનીય વિડીયો આવ્યો સામે આવ્યો છે.

આ કાળઝાળ ઉનાળાની ગરમીમાં વનરાજને પીવાનું પાણી નહીં મળતાં સિંહે હતાશ થઈ અને તેમને નદીના પટમાં પીવાના પાણી માટે ખોદેલા ખાડામાં બેસી અને ઠંડક મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં આ ઘોબા રાજવી દિલુંભાઈ ખુમાણની વાડીમાં સિંહના પીવાના પાણી માટે પહોંચ્યા હતા. ત્યારે વનવિભાગના શેત્રુજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજય હોવા છતાં વનતંત્રની સિંહો માટે પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થાઓ ઉભી નહીં કરતાં અને કાળઝાળ ઉનાળાની ગરમીમાં પણ પાણી માટે રજળતા સિંહોની દયનીય સ્થિતિ જોઈ સિંહો પ્રત્યે માનવતાનો સિંહપ્રેમીઓ દ્વારા  પોકાર ઉઠયો છે. ત્યારે આવી લાચાર પરિસ્થિતમાં સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ ભારે થવા પામેલ છે. 

 

Print