www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી અને ટંકારા તાલુકામાં પકડાયેલ 2.37 કરોડના દારૂ-બિયરનો નાશ કરાયો


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.15

મોરબી તાલુકા, સીટી એ તથા બી ડિવીઝનમાં અને ટંકારા તાલુકામાંથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે દારૂની રેડ કરીને પોલીસે કુલ મળીને 2.37 કરોડના દારૂનો જથ્થા પકડ્યો હતો જેનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે.

મોરબી અને ટંકારા તાલુકામાં જુદાજુદા સમયે રેડ કરીને પકડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મળી ગયેલ હતી જેથી કરીને પ્રાંત અધિકારી સુશીલ પરમારની અધ્યક્ષતામાં ડીવાયએસપી પી.એ.ઝાલા અને એસ.એચ.સારડા, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના પીએસઆઈ ભાવનાબેન પંચોલી તેમજ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનાઓની હાજરીમાં દારૂની 173 રેડમાં પકડવામાં આવેલ 90,561 દારૂની બોટલો અને બીયરના ટીન જેની કિંમત 2,37,78, 777 થાય છે તેવા ઉપર રોડ રોલર ફેરવીને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

Print