www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોવાથી ટ્રાન્સપોર્ટમાં આવેલ દારૂનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ઝડપાયો: પ્રથમ ખેપમાં જ પ્રકાશ રાઠોડ ઝબ્બે


જડુસ હોટલ નજીકથી ક્રાઈમ બ્રાંચે રીક્ષામાં લઈ જવાતી દારૂની 528 બોટલ ઝડપી રૂા.1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.23

 શહેરમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. ગોવાથી ટ્રાન્સપોર્ટમાં આવેલ દારૂનો જથ્થો રીક્ષામાં ભરી જઈ રહેલા પ્રકાશ રાઠોડ નામના શખ્સને જડુસ હોટલ નજીકથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી રૂા.1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ આર.બી. જાડેજા, હે.કો. મહિપાલસિંહ ઝાલા અને કો. ઉમેશ ચાવડા પેટ્રોલીંગમાં હતા ત્યારે જડુસ હોટલ પાસે ભીમનગર સર્કલ પાસેથી દારૂ ભરેલી રીક્ષા પસાર થવાની છે તેવી મળેલ ચોકકસ બાતમીને આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે ભીમનગર સર્કલ પાસેથી પસાર થતી રીક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 528 બોટલ મળી આવતા કુલ રૂા.1.65 લાખનો મુદામાલ કબજે કરી રીક્ષા ચાલક પ્રકાશ રણછોડ વાઢેર (ઉ.38) રહે. બાલાજી આવાસ કવાર્ટર, સરીતા વિહાર સોસાયટીના નાલા પાસેની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી હતી. પુછતાછમાં આરોપી ગોવા ટ્રેનમાં જતો અને ત્યાંથી દારૂનો જથ્થો લઈ ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ મોકલતો હતો. અને અહીં તે છુટક વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત તેની પ્રથમ ખેપ જ હોવાનું પણ જણાવ્યું હતું.

Print