www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.એસ.ગરચર, કોન્સ્ટેબલ મહેશ ચાવડા, હરપાલસિંહ જાડેજા અને ટીમની કામગીરી: શરાબની 1044 બોટલ, સ્કોર્પીયો કાર સહિત રૂા.11.79 લાખનો મુદામાલ જપ્ત

કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજને મંગાવેલો રૂા.2.44 લાખનો દારૂનો જથ્થો ક્રિષ્ના વોટરપાર્ક પાસેથી ઝડપાયો: બે ખેપીયા ઝબ્બે


♦ધ્રાંગધ્રાના રવિ ચૌહાણે મોકલેલ દારૂનો જથ્થો ઉતમારામ નામનો શખ્સ સ્કોર્પીયો કારમાં ભરી ક્રિષ્ના વોટર પાર્ક પાસે પહોંચ્યો: હર્ષદ મહાજનનો સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો દારૂ રીસીવ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

સાંજ સમાચાર

રાજકોટ તા.28
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ ક્રિષ્ના વોટરપાર્ક પાસે સ્કોર્પીયો કારમાંથી દારૂની 1044 બોટલ સાથે બે ખેપીયાને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી રૂા.11.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. રાજકોટના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજને દારૂ ધ્રાંગધ્રાના રવિ ચૌહાણ નામના બુટલેગર પાસેથી મંગાવ્યો હોવાનું ખુલતા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ.એસ.ગરચર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ મહેશ ચાવડા, હરપાલસિંહ જાડેજાને અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની મળેલ બાતમી પરથી ટીમ ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચમાં હતી ત્યારે ત્યાં એક કાળા કલરની સ્કોર્પીયો કાર ઉભી રહી હતી અને તેમાં એક અન્ય શખ્સ કારમાં બેઠો હતો ત્યારે જ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી બંને શખ્સોને ઝડપી તેનું નામ પુછતા સ્કોર્પીયો ચાલકે પોતાનું નામ ઉતમારામ જગનારામ પુરોહિત (ઉ.29) રહે. નરસિંહપરા, ધ્રાંગધ્રા અને તેની સાથેના શખ્સે પોતાનું નામ ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશ ચાવ (ઉ.37) રહે. બ્રહ્માણી હોલવાળી શેરી, ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નં.6 જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1044 બોટલ મળી આવતા બંને શખ્સોની ધરપકડ કરી દારૂ, કાર અને બે મોબાઈલ મળી રૂા.11.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રાજકોટનો કુખ્યાત બુટલેગર હર્ષદ માણેકલાલ માંડલીયા (મહાજન)એ ધ્રાંગધ્રાના રવિ જગદીશ ચૌહાણ પાસેથી મંગાવ્યો હતો. ધ્રાંગધ્રાના બુટલેગર રવિએ પોતાની સ્કોર્પીયો કારમાં દારૂ ભરી સાગ્રીત ઉતમારામને રાજકોટ મોકલ્યો હતો. તે ક્રિષ્ના વોટર પાર્ક પાસે પહોંચતા હર્ષદ મહાજનનો સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો દારૂનો જથ્થો રીસીવ કરવા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ ચંદ્રેશ ઉર્ફે કાળીયા વિરુદ્ધ રાજકોટ સહિત વાંકાનેર-બાબરા પોલીસ મથકમાં દારૂના અગીયાર જેટલા ગુન્હા નોંધાયેલ છે તેમજ હર્ષદ મહાજન પણ સૌરાષ્ટ્રનો લિસ્ટેડ બુટલેગર છે.

Print