www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વલ્લભીપુર નજીક સવારે લોડિંગ વાહને રીક્ષા ઉડાવી દીધી: પ્રૌઢ ડ્રાઇવરનું મોત


લુણધરાથી મુસાફર ભરવા જતા હતાં: અકસ્માત કરી ચાલક ફરાર

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.22
ભાવનગર જિલ્લાના વલભીપુર-બરવાળા રોડ પર આવેલ પાણવી અને કેરીયા ઢાળ વચ્ચે ટાટા કંપનીનું લોડિંગ વાહન અને રીક્ષા વચ્ચે સવારે સર્જાયેલા અકસ્માતમાં લુણધરા ગામમાં રહેતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, અકસ્માત બાદ લોડીંગ વાહનનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. 

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ વલભીપુર તાલુકાના લુણધરા ગામમાં રહેતા માવજીભાઈ પ્રેમજીભાઈ ઝાલા )( ઉં.વ. 50 ) આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ તેમની રીક્ષા નં.જી.જે.04-એ.ટી.5082 લઈને બરવાળા પેસેન્જર લેવા જતા હતા.

ત્યારે પાણવી અને કેરીયા ઢાળ વચ્ચે સામેથી આવી રહેલા ટાટા કંપનીના પીકઅપ લોડિંગ વાહન નં. જી.જે. 33- ટી - 3605 સાથે અકસ્માત થતા રીક્ષા ચાલક માવજીભાઈ પ્રેમજીભાઈ ઝાલાને ગંભીર ઇજા પહોંચતા એમને સારવાર અર્થે વલભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે મૃતક માવજીભાઈ ઝાલાના કૌટુંબિક ભત્રીજા હિતેશભાઈ નારણભાઈ ઝાલાએ ટાટા કંપનીના લોડિંગ વાહનના ચાલક વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Print