www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થાપણો કરતા લોન રેશિયો વધારે, RBI કરી રહી છે ઓડિટ!


સાંજ સમાચાર

મુંબઈ,તા.27
આરબીઆઈ બેંકોનું વિશેષ ઓડિટ કરી રહી છે.તેનું કારણ એ છે કે ઘણી બેંકો થાપણોના પ્રમાણમાં વધુ લોન આપી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોની જમા રકમથી વધુ લોનને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેંકો સાથે વિશેષ ઓડિટ કરાવ્યું હતું. આ ઓડિટમાં, રિઝર્વ બેંકો લિકિવડિટી કવરેજ રેશિયો જાળવવા માટે જાળવવા માટે એલિજીબલ સિકયોરિટીઝની તેમની હોલ્ડિગની પણ ચકાસણી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ ડિજિટલ બેકિંગ ચેનલોમાંથી થાપણો અચાનક ઉપાડવાથી પણ ચિંતિત છે.એક નિષ્ણાંતે કહ્યું કે, આરબીઆઈની આ કાર્યવાહી સેન્ટ્રલ બેંકની પૂર્વ લિકવીડીટીના ભય સાથે મેળ ખાય છે.

નોંધનીય છે કે, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી, બેંકો માટે ચોક્કસ રકમના સરકારી બોન્ડ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા હતાં. જે 30 દિવસના સ્ટ્રેસ પિરીયડને સંચાલિત કરવા અને રોકડ પ્રવાહના કિસ્સામાં ઝડપથી વેચી શકાય છે.

એક બેન્કરે જણાવ્યું હતું કે, થાપણો પર સારા વ્યાજ દરો ઓફર કરવા છતાં, બેન્કો ભંડોળ જમા કરાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ધિરાણની માંગ ઝડપથી વધી રહી છે. સેન્ટ્રલ બેંક જોખમનું સંચાલન કરવા માટે સ્પેશિફાઈડ મેન્ડેટરી ડીપોઝીટ રકમ અલગ રાખવાની જરૂરિયાત અંગે ગંભીર છે.

આવી સ્થિતિમાં કાં તો બેંકો ભંડોળ એકત્ર કરવા અથવા થાપણ દર વધારવા માટે સિકયોરિટીઝ જારી કરે છે. જો આમ કરવામાં આવશે તો બેંકના વ્યાજના માર્જિન પર વધારાનું દબાણ આવશે.

રિઝર્વ બેંકના આંકડા મુજબ કોમર્શિયલ બેંકોનો સીડી રેશિયો (ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો) વધી રહ્યો છે. સીડી રેશિયો બનાવે છે. કે બેંકોમાં જમા કરાયેલી રકમના સબંધમાં બેંકો લોનના રૂપમાં કેટલી રકમનું વિતરણ કરી રહી છે.

મતલબ કે બેંકમાં જમા થયેલી કુલ રકમની સરખામણીમાં કેટલી લોન આપવામાં આવી ઉદાહરણ તરીકે, જો કોઈ બેંક પાસે કુલ 100 રૂપિયાની થાપણ છે અને તેણે લોન પર 70 રૂપિયા લીધા છે. તો તે બેંકનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 70 ટકા કહેવાશે.

Print