www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

DELHI RAIN : સાંસદો - કેન્દ્રીય મંત્રીઓ જ્યાં રહે છે તે લોઢી એસ્ટેટ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં : સપા સાંસદ યાદવને સ્ટાફે ઊંચકીને ગાડીમાં બેસાડ્યા


સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : દિલ્હીમાં 24 કલાકમાં 8 ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં અને લોકોને મુશેકલીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય લોકોની સાથે રાજકીય નેતોએને પણ તકલીફ પડી હતી. તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.

જ્યાં મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ - સાંસદો રહે છે તે વિસ્તાર લોઢી એસ્ટેટ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવના ઘરે વહેલી સવારે 8 વાગ્યાથી પાણી ભરાયાં હતાં. અને ત્યારબાદ તેમને સ્ટાફ મેમ્બરો દ્વારા ઊંચકીને ગાડીમાં બેસાડવા પડ્યા હતા તેવી સ્થિત સર્જાય હતી.

હાલ સંસદનું સત્ર પણ ચાલુ છે. તેથી તેમને પર્લામનેટ જવા માટે ઘર બહાર ગોઠણ સમા પાણી ભરાયાં હતાં. તો લોકોએ તેમને ઊંચકીને ગાડીમાં બેસાડવા પડ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં ભાજપના અમિત માલવિયાએ કહ્યું કે લોકોનું શોષણ છે, બંધ કરો.

Print