www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા 2024: ઓબીસી સાંસદ વધ્યા, સવર્ણ ઘટયા


2024ની લોકસભામાં સવર્ણ સાંસદોનું પ્રતિનિધિત્વ 155 સાંસદોથી ઘટીને 134 થઈ ગયું: હિન્દી પટ્ટીમાં ઓબીસી સાંસદ વધ્યા, સવર્ણ ઘટયા

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.8
લોકસભા 2024માં સવર્ણોનું પ્રતિનિધિત્વ 155 સાંસદોમાંથી ઘટીને 140 થઈ ગયું છે. મધ્યવર્તી જાતીઓ (જેમાં મોટેભાગે લિંગાયત, વોકકાલિકા, મરાઠા, રેડ્ડી કે જાટ વગેરે)નું પ્રતિનિધિત્વ યથાવત છે. લોકસભામાં ઓબીસીના પ્રતિનિધિત્વમાં વૃધ્ધિ થઈ છે, છેલ્લી વાર 124 ઓબીસી સાંસદ હતા, આ વખતે 138 સાંસદ થઈ ગયા છે. ત્રણ મુસ્લિમ સાંસદ ઓછા થયા છે અને બે શિખ સાંસદ વધુ છે.

હિન્દી પટ્ટીમાં પણ ઓબીસી સાંસદ વધ્યા, સવર્ણ ઘટયા
જો હિન્દી પટ્ટીને અલગ કરીને જોવામાં આવે તો ફેરફાર વધુ ધ્યાને દેવા યોગ્ય છે. આ વર્ષે હિન્દી પટ્ટીમાં સવર્ણ સાંસદોની ભાગીદારી 38.9 ટકાથી ઘટીને 32.7 ટકા રહી ગઈ છે. મધ્યવર્તી જાતિના સાંસદોની ભાગીદારી સ્થિર (6 ટકા) રહી ગઈ છે.

ઓબીસી સાંસદોની ભાગીદારી 25.7 ટકાથી વધીને 31 ટકા થઈ ગઈ છે. મુસ્લિમ પ્રતિનિધિત્વ 8.4 ટકા પર સ્થિર થયું છે. ભાજપે હિન્દી પટ્ટીમાં 51 સીટો ગુમાવી છે. આમાથી 22 સીટો સવર્ણ સાંસદો પાસે હતી, જયારે ઓબીસી સાંસદો પાસે માત્ર 7 સીટો હતી.

 

Print