www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં હારનો રેલો: અયોધ્યાવાસીઓને સુવિધા આપવા કવાયત


સ્થાનિકોના વાહનો પર લાગેલી પ્રવેશબંધી હટશે: સંતોને રામલલ્લાના દર્શન માટે ખાસ પાસ મળશે: એરો સિટી પ્રોજેકટ હાલ સ્થગિત

સાંજ સમાચાર

અયોધ્યા,તા.28
ફૈઝાબાદ સીટ પર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હારનો પગ નીચે રેલો આવ્યા બાદ હવે અયોધ્યા વાસીઓની તમામ સમસ્યાઓના નિવારણની પહેલ થઈ રહી છે. સંત-મહાત્માઓને રામલલ્લાનાં રોજ દર્શન કરવા માટે ખાસ પાસ ઈસ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત નિવાસીઓને તેમના વાહનોના પ્રવેશની સુવિધા આપવામાં આવી રહી છે. તો ભૂમી અધિગ્રહણની આશંકાઓનો સામનો કરી રહેલા અયોધ્યાવાસીઓને રાહત આપવા માટે એરો સીટી યોજના હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત અયોધ્યામાં નવી યોજનાઓ શરૂ કરવાથી લઈને વિસ્થાપિતોને સસ્તી દુકાનો ફાળવવાની પણ યોજના છે.  સ્થાનિક લોકોના વાહનો પર લગાવાયેલી રોક હટાવાઈ છે. રામપથ ટેડીબજારથી લતા મંગેશકર ચોક સુધી રસ્તા પર વાહનોની અવર જવર ચાર મહિના સુધી બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો.

આથી અયોધ્યાના લોકોને પોતાના ઘર સુધી પહોંચવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હતો. હવે આ રોક હટી છે. આમ અયોધ્યામાં ભાજપની હાર બાદ સફાળી જાગેલી સરકારે અગાઉ કરેલી ભુલો સુધારવા કવાયત હાથ ધરી છે.

 

Print