www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂની હેરાફેરીમાં ઝડપાયેલ નીતા ચૌધરીની વૈભવી જીવનશૈલી: હેલિકોપ્ટર ઉડાડ્યાનો વીડિયો વાયરલ


સાંજ સમાચાર

કચ્છ, તા.2
ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠ્યા છે. કચ્છના ભચાઉમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલ સીઆઇડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ છે તેવા સવાલો ઉઠ્યા છે.

નીતા ચૌધરી અગાઉ તેનો હેલિકોપ્ટર ઉડાડયાનો વીડિયો સામે આવ્યો હતો. તેની ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ છે તેમજ ચૌધરી નીતાના નામના એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસ્વીરો છે તેમાં ઘણી તસ્વીરો સોશિયલ મીડિયામાં એવી પણ સામે આવી છે જેમાં નીતા ચૌધરી ખૂબ જ વૈભવી જીવન પસાર કરી રહી છે.

રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે, ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. માહિતી મળતા ટીમ એક્ટિવ થઇને શહેરના ચોપડવા પાસે સફેદ રંગની થાર કાર જોવા મળી હતી.

જેમાં બુટલેગર યુવરાજસિંહ સાથે નીતા ચૌધરી દારૂ પી રહી હતી. પોલીસ કર્મીઓ કારની નજીક પહોંચતાની સાથે જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભગાવી મુકી હતી પરંતુ પોલીસ કર્મીઓએ પોતાનો બચાવ કર્યો હતો. ત્યારબાદ કારને રોકવા માટે પોલીસ કર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો.

ગોળીબારને કારણે થાર અટકી અને ચારેબાજુથી તપાસ કરતાં કારમાંથી દારૂની ભરેલી બોટલો મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસ કર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.

Print