www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકોસભા ચૂંટણીમાં હેટ્રીક જીત મેળવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.14
કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કચ્છ મોરબી બેઠક ઉપરથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા વિજેતા બનેલ છે ત્યારે લોકસભાની કચ્છ મોરબી બેઠકમાં આવતી સાત વિધાનસભા પૈકી સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મળી છે જેથી કરીને આજે સવારે 11 વાગ્યે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ, મોરબી શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના હોદેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Print