www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ


વડોદરા કોર્પોરેશનની જમીનમાં તબેલો બનાવી લીધો: 15 દિવસમાં દબાણ દુર કરી પ્લોટ ખાલી કરવા નોટીસ

સાંજ સમાચાર

વડોદરા તા.14
તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં જંગી લીડ સાથે વિજેતા બનેલ યુસુફ પઠાણ વિવાદમાં સપડાયા છે. મળતી વિગત અનુસાર ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણે વીએમસીના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે.

વડોદરા મનપાની જમીન પર હાલના ટીએમસી સાંસદ યુસુફ પઠાણે દિવાલ અને તબેલો બાંધ્યાનો આક્ષેપ છે. આ મામલે સાંસદ યુસુફ પઠાણે 15 દિવસમાં દબાણ દુર કરી પ્લોટ ખાલી કરવા નોટીસ ફટકારવામાં આવી છે.

યુસુફ પઠાણએ પશ્ર્ચિમ બંગાળના બદરમપુરમાંથી ચુંટણી લડી હતી જેમાં જંગી મતદાન સાથે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેઓની ક્રિકેટરમાંથી સાંસદ તરીકેની સફર શરૂ થઈ. તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના લોકસભા સાંસદ યુસુફ પઠાણ સામે ભાજપ શાસીત વડોદરા નગર નિયમ દ્વારા નોટીસ આપવામાં આવી છે. નગરનિગમનું કહેવુ છે કે આ પ્લોટ તેઓનો છે.

યુસુફ પઠાણ પર વડોદરા મ્યુનીસીપાલીટી કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે. વડોદરા મનપાની જમીન પર હાલના ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે દીવાલ અને તબેલો બનાવ્યાનો આક્ષેપ છે. આ મામલે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને 15 દિવસમાં દિવાલના દબાણ દુર કરવા નોટીસ ફટકારવામાં આવી છે.

Print