www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુ.કે.અને જર્મનીના સાંસદોએ પૂ.શિવકૃપાનંદ સ્વામીના હિમાલયીન ધ્યાનયોગ શિબિરનો લાભ લીધો


પૂ.શિવકૃપાનંદસ્વામીનું ગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે સન્માન કરાયું

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
હિમાલયીન ધ્યાનયોગના પ્રણેતા અને સમગ્ર વિશ્ર્વમાં સમગ્રયોગનો ફેલાવો કરનાર મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામી તાજેતરમાં યુરોપ યાત્રા પર હતા. 
લંડનના હાઉસ ઓફ લોર્ડઝ ખાતે યુ.કે.ના સાંસદો માટે હિમાલયીન ધ્યાનયોગની પ્રથમ શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં હાઉસ ઓફ લોર્ડઝ નવનીતભાઈ ધોળકિયા તેમજ એશિયન વોઇસ ન્યુઝના સી.બી.પટેલ દ્વારા પૂજ્ય સ્વામીજીનું ’ગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડર’ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં પ્રવચન, ધ્યાન, પ્રશ્ર્નોેત્તરી દ્વારા પૂજ્ય સ્વામીજી એ સાંસદોના પ્રશ્ર્નોેનું સરળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. 
આ ઉપરાંત જર્મનીના બર્લિન ખાતે જર્મનીના સાંસદો માટે હિમાલયીન ધ્યાનયોગની દ્વિતીય શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં પ્રવચન, ધ્યાન, પ્રશ્નોત્તરી અને અંતમાં પૂજ્ય સ્વામીજી દ્વારા જર્મનીની સર્વાંગીણ પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ બંને શિબિરોમાં યુ.કે. અને જર્મનીના અનેક સાંસદો અને મંત્રીઓએ લાભ લીધો હતો. 

આ શિબિરમાં પૂજ્ય સ્વામીજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ આપણને ’વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના શીખવે છે, જેનો અર્થ ’સમગ્ર વિશ્ર્વ એક પરિવાર’ થાય છે. આશ્ર્ચર્ય એ થાય કે વિશ્વમાં ઈશ્વર એક નથી, ભાષા એક નથી, સમગ્ર વિશ્વમાં દરેક જણ અનુસરતા હોય તેવી આસ્થા કે ધર્મનું અસ્તિત્વ નથી ત્યારે ભારતીય સંસ્કૃતિ શા માટે વિશ્વ એક પરિવાર હોવાનું કહે છે? આ પ્રશ્નનો ઉત્તર છે - ’યોગ’. યોગના માર્ગ કે માધ્યમ દ્વારા સમગ્ર વિશ્વને સાંકળી શકાય છે. છેલ્લાં 30 વર્ષ દરમિયાન હું વિશ્વભરમાં પ્રવાસ કરતો રહ્યો છું.

યોગના આ માધ્યમ દ્વારા મેં અલગ-અલગ જાતપાત, માન્યતાઓ, સંસ્કૃતિઓ અને દેશોના લોકોને સાંકળ્યા છે. મારા 30 વર્ષના અનુભવથી હું કહી શકું છું કે ’યોગ’ એકમાત્ર માધ્યમ છે જેનાથી સમગ્ર વિશ્ર્વને સાંકળી શકાય. પ્રવાસ દરમિયાન પૂજય સ્વામીજીએ આયર્લેન્ડ દેશની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ  સ્થાનિક લોકો સાથે શિબિર યોજી હતી.

Print