www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુર ગામે માર્ગોમાં ગંદા પાણી વહેતા રોષ


સાંજ સમાચાર

 માધવપુર ઘેડને તીર્થધામનો દરજજો મળતા દુર દુરથી દર્શનાર્થીઓ દર્શને આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઈ ભુવા, તલાટી મંત્રી લાડવાની બેદરકારીથી મંદિરે જતા માર્ગમાં ગંદા પાણી વહી રહ્યા હોવાથી યાત્રાળુઓને ગંદકીમાં પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ગ્રામ પંચાયત સફાઈ વેરો વસુલતી હોવા છતા સફાઈ નહીં થતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે.

(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)

Print