www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળ સુરતમાં મહંત સ્વામી શ્રીદેવકૃષ્ણદાસજી સ્વામી પધારતા સ્વાગત


સાંજ સમાચાર

રાજકોટ,તા.29
વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતમાં ગુરૂકુલના મુખ્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટથી પધારતા વિદ્યાર્થીઓ તથા સંતોએ સ્વાગત પૂજન કરેલ. પ્રાર્થના મંદિરમાં સ્વામીશ્રીએ શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી ઉત્તારેલ.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની દેશ વિદેશની 60 શાખાઓના અધ્યક્ષ મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં 32000 વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે. સ્વામીશ્રી મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ વિદ્યાનગર, વડોદરા, ભરૂચ થઈને આજે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પધારતા વરસાદી વાતાવરણમાં બાળકોએ સ્વામીશ્રીનું સ્વાગત કરેલ.

વધુમાં પ્રભુસ્વામીએ કહ્યું હતું કે અમે 275 સંતો એમના શિષ્યો છીએ. અમારા ધર્મ,જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પોષણ તેઓશ્રી કરી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા બાંધેલ સંતોના રીત રિવાજ મુજબ જ સ્વામીશ્રીની રૂચીમાં સહુ સંતોએ સાથે સમૂહમાં રહેવાનું, લાકડાના  પાત્રમાં જ ભોજન પ્રસાદ લેવાનો, માટીથી રંગેલા કપડાં જ પહેરવાના, તે કપડાં પણ દરજીએ સીવેલા નહીં, પૈસા પાસે રાખવાના નહીં તેમજ સ્પર્શ પણ કરવાનો નહીં, કોઈનું બેકમાં કોઈ ખાતું નહીં.

જન્મ ભૂમિમાં ક્યારેય જવાનું નહીં. મહિલાઓથી અષ્ટ પ્રકારે દૂર રહેવાનું, છતાં આજે એમની જ આજ્ઞાથી ગૃહસ્થ મહિલા ભક્તોના સંચાલન દ્વારા સુરતમાં ન્યૂ કતારગામ - વડોદ ગામે તથા રાજકોટમાં મોરબી રોડ પર શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલ ‘નિર્માણ પામી રહ્યા છે.

સંતોએ સંબંધીઓ સાથે પણ કોઈ પ્રકારનો વ્યવહાર રાખવાનો નહીં. વસુધૈવ કુટુંબમાની સહુની સમભાવે સેવા કરવાની વગેરે નિયમો જીવનમાં ચરિતાર્થ કરી રહ્યા છે.આજે સ્વામીશ્રીનું સુરત ગુરુકુલના સંચાલક શ્રી ધર્મવલ્લભદાસજી સામતના શ્રી પ્રભુ સ્વામી વગેરે સંતો તથા હરિભકતોએ તેમજ કે, જી.નર્સરીના બાળકોએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરેલસ્વામીશ્રી રવિવાર રાત સુધી વેડ રોડ ગુરુકુલમાં નિવાસ કરશે. શનિવાર રાત્રે વિધાર્થીઓને તથા હરિભકતોને સંબોધશે. અને રવિવારે સાંજે 6-30 કલાકે ગુરુકુલોના ભૂતપૂર્વ ‘વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે.

Print