www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પુનમતિથિનું મહાત્મ્ય


સાંજ સમાચાર

રાજકોટ,તા.30
આપણા પુરાણોમાં વર્ષમાં આવતી પુનમનું અલગઅલગ પ્રકારના વર્ણન કરાયું છે. ખાસ કરીને પંચાંગ પ્રમાણે પૂનમ તિથિને પૂર્ણાતિથિ ગણવામાં આવે છે. પૂનમ તિથિના દિવસે ચંદ્ર પોતાનો સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે આથી જ પૂનમ તિથિનું મહત્વ વધારે છે.પૂનમ તિથિના દિવસે પોતાના કુળદેવી ગુરુદેવ, હનુમાનજી, કૃષ્ણ ભગવાન અને સુરાપુરાના દર્શને જતા હોય છે.

ઘણા લોકોને પૂનમ ભરવાની ટેક હોય છે.જે લોકોને આર્થિક સમસ્યા હોય તો તેઓએ દર પૂૂનમના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરવા જે લોકોને વારંવાર જીવનમાં બાધા આવતી હોય તો તેઓએ દર પૂનમના દિવસે હનુમાનજીના દર્શનને જવું એ ઉપરાંત ઘરમાં અશાંત વાતાવરણ રહેતું હોય તો દર પૂનમના દિવસે કૃષ્ણ ભગવાનના દર્શન જવું આ ઉપરાંત પણ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વિશ્વાસ પ્રમાણે પોતપોતાના પૂનમના દિવસે દેવી-દેવતાઓના દર્શન જવાથી અચૂક લાભ મળે છે અને જીવનમાં શાંતિ મળે છે ખાસ કરીને દર પૂનમના ચંદ્રના દર્શન કરવા ચંદ્રને જળનું અર્ધ આપવું માનસિક શાંતિની પ્રાપ્તિ થશે તે ઉપરાંત પૂનમના દિવસેશ્રી યંત્રની પૂજા કરવી શ્રી સૂકતના પાઠ કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 

 

Print