www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહેન્દ્રકુમાર ગોવિંદજી રાયચુરાનું બ્રેઈનડેડથી અવસાન થતાં પરિવાર દ્વારા અંગદાન કરાયું


લિવર, કિડની, ચક્ષુ અને ત્વચા દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવુ જીવન મળશે:વોકહાર્ટ હોસ્પિટલમાં થયું અંગદાન

સાંજ સમાચાર

રાજકોટ:તા 1 

ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી.કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઈ નિસબત નથી. કોઈ ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. 

મહેન્દ્રકુમાર (મનુભાઈ) ગોવિંદજી રાયચુરા (ઉ.વ 76 ) એન એમ વીરાણી વોકાર્ડ હોસ્પિટલ દાખલ કર્યા હતા. ત્યારબાદ ડોક્ટસેની ટીમે બ્રેન ડેડ જાહેર કર્યા હતા જેથી તેમના પરિવારની ઈચ્છા અનુસાર અને ભાવનાબેન મંડલિ, ડો.દિવ્યેશભાઈ વિરોજા અને મિત્તલભાઈ ખેતાણીના સંકલનથી રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ ખાતે કિડની, લીવર, ત્વચા તથા 2 ચક્ષુ દાન કરવામાં આવ્યું છે. ડો. વિકાસ જૈન, ડો. કેતન ચુડાસમા, ડો. કાન્ત જોગણી, ડો. ભૂમિ દવે, ડો. ચિરાગ માત્રાવાડિયા, ડો. વિવેક ઠકરાર, ડો. પાંચલ ભદાણી, ડો. મનીષ રાગાણી, દો. વિશાલ ભાલોડી, ડો. માધુરી ચાવડા, ડો. હર્ષિલ ભટ્ટ સહિત હોસ્પિટલનાં તમામ મેડિકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ એટલી જ લાગણી સાથે ભાવુક બની સેવા કાર્યમાં ખડે પગે રહ્યા હતા.

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સહયોગ થી આ 114મું અંગદાન છે. મહેન્દ્રભાઈ ના લિવર, કિડની, ચક્ષુ અને ત્વચા દાન થી જરૂરિયાતમંદ દર્દીઓને નવુ જીવન મળશે.

Print