www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સજા સામે કરેલી અપીલમાં એડીશનલ એવીડન્સ રજુ કરવા દેવાની મહેશ ટીલારાની માંગણી નામંજુર


રૂ।.60 લાખના ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટે મહેશ ટીલારાને 2 વર્ષની સજા અને રકમનો બે ગણો એટલે કે રૂ।.1.20 કરોડનો દંડ ફટકારેલ

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ ચાલી રહેલ એક ચેક રીર્ટન કેસની નીચેની અદાલતની સજા સામેની અપીલના કામે એડીશ્નલ એવીડન્સ રેકર્ડપર લાવવા કરેલ માંગણી રાજકોટના એડી. સેસન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો, લક્ષ્મીવાડીમાં પુજા ટ્રેડીગમાં બેસી ધંધો કરતા મયુર લાભશંકરભાઈ ધાંધીયા પાસેથી આરોપી મહેશ ટીલારાએ લીધેલ રકમ રૂ।0,00,000 પરત કરવા ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા તે કેસ ચાલી જતા આરોપીને ર વર્ષની સજા, ઉપરાંત ચેકની રકમનો બે ગણો એટલે કે રૂ।.60 કરોડનો દંડ અને દંડ ન ભર્યે વધુ ત્રણ માસની સજાનો ફરમાવેલ. આ હુકમ સામે આરોપીએ કરેલ અપીલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ.

એ દરમીયાન એવી અરજી આપેલ કે, ચાલી રહેલ અપીલના મુળમાં જઈ સત્ય બહાર લાવવા માટે ફેર ટ્રાઈલ જરૂરી હોય, પોલીસ મશીનરીના ઉપયોગથી ગેરકાયદેસર ચેક મેળવી તેમાં ફોર્જ લખાણ ઉભુ કરી સોર્સ ઓફ ઈન્કમ વગર મોટો આંકડો ભરી આઈ.ટી. રીર્ટનમાં પણ બતાવેલ ન હોય તેથી ચેક હસ્તાક્ષર નિષ્ણાંત પાસેથી મોકલી અભિપ્રાય મેળવવા તે સબંધે પુરાવો લેવા દેવા માંગણી કરવામાં આવેલ હતી. ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ વાંધોઓ રજુ કરી દલીલ કરેલી કે, હાલની અરજી છ વર્ષ બાદ અપીલનું કામ ડીલે કરવાના બદહેતુથી આપવામા આવેલ.

આરોપીને નીચેની અદાલતમા સંપુર્ણ તક મળેલ. અપીલ દાખલ કરતી વખતે પણ આવી કોઈ તકરાર ઉઠાવેલ નથી. દલીલો ધ્યાને લઇ કોર્ટે અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વી2ડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલ હતા.

Print