www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મવડીની કલ્પના ચાવલા ટાઉનશીપ ફાયર NOC વગરની : નોટીસ અપાતા દોડધામ


બાટલા પણ એકસપાયરી ડેટના : પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યુ છે

સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પર પેન્ટાગોન એપાર્ટમેન્ટ પાસે આવેલી અને વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવેલી કલ્પના ચાવલા ટાઉનશીપમાં જ ફાયર એનઓસી નહીં હોવાનો વિવાદ થયો છે.

આ અંગે આવાસ યોજના વિભાગે એસો.ને નોટીસ આપતા રજુઆતો થઇ છે.  2022ના વર્ષમાં આ આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ સમયે ફાયર એનઓસીની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. છેલ્લા દિવસોથી ચાલતી તપાસ વચ્ચે આ આવાસ યોજનાને નોટીસ અપાઇ છે.

સંચાલક એસો.ને એનઓસીની જવાબદારી યાદ કરાવવામાં આવી છે. જે અંગે મનપામાં રજુઆત થઇ છે. નોટીસ અપાયા બાદની તાત્કાલીક બાટલા સહિતના સાધનો મુકવા કાર્યવાહી થઇ હતી. પરંતુ આ બાટલા પણ એકસપાયરી ડેટના આવ્યા હોવાનું લતાવાસીઓ કહેતા હતા. આ નોટીસથી આવાસ યોજનામાં રહેતા લોકોમાં ફફડાટ મચ્યો છે. 

 

Print