www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રશાંત ચોકસી મેમો. ટ્રસ્ટ દ્વારા

રવિવારે મહારક્તદાન અને નાડીવૈદ્યનો મેડીકલ કેમ્પ યોજાશે


સાંજ સમાચાર

રાજકોટ, તા.28
પ્રશાંત ચોક્સી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તા.30ના રવિવારે સવારે 9 થી બપોરે 2-30 સુધી સીવીલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે માધવ એપાર્ટમેન્ટ, શિવા મહારાજની શેરી નં.1, શિલ્પા જ્વેલર્સ પાછળ, કોઠારીયા નાકા ખાતે રક્તદાન કેમ્પ અને નાડીવૈદ્યનો મેડીકલ કેમ્પ યોજાશે.
રવિવારે આયોજીત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને સ્મૃતિભેટ તરીકે ટ્રાવેલીંગ બેગ આપવામાં આવશે તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના હિતેષભાઇ ચોક્સીએ જણાવ્યું છે.

Print