www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી ખાતે કવિ રમેશ પારેખને સ્મરણાંજલી અર્પણ


સાહિત્ય સભા, ગીત, વાર્તા સાથે ધમાલ મસ્તી અવસર ઉજવાયો

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.22
કવિ રમેશ પારેખ સ્મરણ પર્વ ર0ર4 અંતર્ગત તેમની પૂણ્યતિથિ નિમિત્તે અમરેલી ખાતે તા. 19/પ/ર4ને રવિવારનાં રોજ ગદ્ય સાહિત્ય સભા અને સંવાદ અમરેલીનાં સંયુકત ઉપક્રમે સોનપરી આવે છાનકડી શિર્ષક બાલ કેનદ્રી કાર્યક્રમ ઉત્સવભેર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રારંભમાં અમરેલીની પ્રખ્યાત ગાયિકા કુ. ઝીલ જોષીએ પ્રાર્થના ઘ્વારા સ્વર શુકન કરાવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો સર્વ છગનભાઈ ધોરાજીયા, ભરત ઉપાઘ્યાય, રિયાઝ વેરસિયા, સ્વાતિબેન જોશી, નીધી મહેતા સહિતના દીપ પ્રાગટય ઘ્વારા વંદના કરી હતી. સંવાદના સંયોજક પરેશ મહેતાએ પૂર્વભૂમિકા રજૂ કરી હતી. 

આ ઉપક્રમમાં બહોળી સંખ્યામાં હાજર બાળકો, વાલીઓ, સર્જકો, ભાવકો સમક્ષ બાલ ગીતો, વાર્તાઓ, બાલગીતોની રિમિકસ, ટોની વાંદરાના કરતબ, બાલ નાટક, જાદુઈ ખેલ, ઉખાણાની રમત, અભિનય ગીત, લોકવાર્તા વગેરેની પ્રસ્તુતિ ભરત અગ્રાવત, ઉમેશ ચાવડા, રઘુ રમકડું, વાસુદેવસોઢા, નીધી મહેતા, ચેતનાબેન બાજક, ઝીલ જોષી, સુરેશ નાંગલા, દિવ્યાર્થ પરમાર, જીયા રાવળ, વ્યોમ મહેતા, ત્રિશા વ્યાસ, ઝીલ તાપરિયા, કેશવી સોઢા વગેરે સહિતનાં ઉત્સાહભેર રજૂ કરી વેકેશન મૂડ, ધમાલ મસ્તી આનંદનો અનોખો અવસર, માહોલ સર્જી દીધો હતો. આ તકે કવિ રમેશ પારેખના સમકાલીન સર્જકો કવિ હર્ષદ ચંદારાણા અને છેલભાઈ વ્યાસએ રાજીપો વ્યકત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. છગનભાઈ ધોરાજીયા, સ્વાતિબેન જોશી, રિયાઝ વેરસીયા, મનીષ પારેખ વગેરે ઉષ્માસભર પ્રતિભાવ વ્યકત કરેલ.  સમગ્ર કાર્યક્રમનું સંકલન, સંચાલન પરેશ મહેતા અને વાસુદેવ સોઢા ઘ્વારા કરવામાં આવ્યું હતું. 

 

Print