www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સતત ત્રીજા દિવસે પારો 43 ડિગ્રીને પાર: લૂં વર્ષા


બપોરે આકરા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ: રાજમાર્ગો સુમસામ: 30 કિ.મીની ઝડપે ગરમ પવન ફુંકાયો

સાંજ સમાચાર

રાજકોટ,તા.23
સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ સાથે રાજકોટમાં તાપમાનનો પારો ઉચો ચડતા જનજીવન અને પશુપંખીઓ અસર જોવા મળી રહી છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે તાપમાનનો પાટો 43 ડિગ્રીને પાર જતા આકરા તાપથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યુ હતું.

રાજકોટમાં આજે વહેલી સવારથી મહત્તમ તાપમાન 31 ડિગ્રીએ રહ્યા બાદ બપોરે મહત્તમ તાપમાનનો પારો 43.4 ડિગ્રીએ પહોંચતા આકરા તાપથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું.આકાશમાંથી અગન વર્ષા સાથે 30 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાતા લૂં ના લીધે બહાર નીકળતા લોકો માથે ટોપી-ચશ્મા અને મોઢે રૂમાલ બાંધી પસાર થતા જોવા મળતા હતાં.

રાજકોટમાં ચાલુ સપ્તાહમાં સોમવારે 41.8 મંગળવારે 43.2, બુધવારે 43.6 અને આજે 43.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગરમ પવન ફુંકાતા લોકો ગરમીથી બચવા, આઈસ્કીમ, ઠંડાપીણા, સરબત, શેરડીનો રસ, તરબુચનું સેવન વધુ માત્રામાં લેવાનું શરૂ કર્યુ હતું.

ગરમીથી બચવા એ.સી.એરકુલર, પંખાનો સહારો લેવા સાથે લોકો મોટા ભાગે છાયડામાં ઉભા રહેવાનું પસંદ કરે છે. ઠંડાપીણા સાથે શેરડીના રસની માંગ વધી છે. બપોરે રાજમાર્ગો સુમસામ લાગતા હતાં.

Print