www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઈટ પર LLMનું મુકાયેલ મેરીટલીસ્ટ ક્ષતિયુક્ત


ભવને ડોકયુમેન્ટ વેરીફાઈ કર્યા વગર જ મેરીટ યાદી મૂકી દીધી: નવું લીસ્ટ મૂકવા કુલપતિને આવેદનપત્ર

સાંજ સમાચાર

રાજકોટ તા.27

સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઈટ પર એલ.એલ.એમ.નું મૂકાયેલ મેરીટ લીસ્ટ ક્ષતિયુક્ત હોય તે હટાવી નવુ મૂકવાની માંગણી ઉઠાવી લવદીપ પટેલે આ અંગે યુનિ.ના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના બન્ને એલ.એલ.એમ. ભવનોની મેરીટ યાદીમાં વિદ્યાર્થીઓની ટકાવારીમાં તફાવત આવે છે એટલે કે એક ભવને વિદ્યાર્થીઓના માર્કસ વેરીફાઈ કરીને મેરીટ યાદી તૈયાર કરેલ છે.જયારે બીજા ભવને ડોકયુમેન્ટ-માર્કસશીટ વેરીફાઈ કર્યા વગર જ મેરીટ યાદી બનાવીને મૂકી દીધી છે.
જેથી ક્ષતિયુક્ત આ મેરીટ યાદી હટાવી નવી મેરીટ યાદી મુકવા તેઓએ જણાવેલ છે.

 

Print