www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નર્મદા જિલ્લાની 43 આંગણવાડી કેન્દ્રના પ્રતિકરૂપે

અકતેશ્વર આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન કરતા રાજ્યમંત્રી ભાનુબેન બાબરીયા


બાળકમાં નવું શીખવાની જિજ્ઞાસાવૃત્તિ કેળવવાની જવાબદારી આંગણવાડી બહેનોની સાથે વાલીઓની પણ છે : મંત્રી ભાનુબેન બાબરીયા

સાંજ સમાચાર

રાજકોટ:તા 28 
નર્મદા જિલ્લામાં તૈયાર થવા જઈ રહેલા 43 આંગણવાડી કેન્દ્રોના ભૂમિપૂજનના પ્રતીક રૂપે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ ગરુડેશ્વર તાલુકાના અકતેશ્ર્વર ખાતે આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું.

સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ મંત્રી ના પ્રેરક ઉપસ્થિતિમાં અકતેશ્વર આંગણવાડીનું ભૂમિપૂજન 43 આંગણવાડી કેન્દ્રોને ધ્યાનમાં લઈને કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી બાબરીયાએ આંગણવાડી થકી નાના ભૂલકાઓને માતાની જેમ વ્હાલ આપી ગમ્મત સાથે જ્ઞાન પીરસીને સમજશક્તિની ભાવના કેળવવા તેમજ તેઓને પોષણયુક્ત આહાર પૂરું પાડવા બદલ પ્રશંસા કરી હતી.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જતા માસૂમ બાળકો સશક્ત સમાજનું નિર્માણ કરવા સક્ષમ બને તે જવાબદારી આપણી છે. બાળકમાં નવું શીખવાની જિજ્ઞાસા વૃત્તિ કેળવવાની જવાબદારી આંગણવાડી બહેનોની સાથે વાલીઓની પણ છે.આ પ્રસંગે મંત્રીના અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં ICDSના મદદનીશ નિયામક અલ્પાબેન સોલંકી, ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, ગામના સરપંચ, સ્થાનિક પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Print