www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જન્મદિનની શુભેચ્છા આપવા કોળી સમાજ ઉમટયો

1998થી મંત્રીપદે નોટઆઉટ: પરસોતમ સોલંકીનો રેકોર્ડ


સાંજ સમાચાર

ગાંધીનગર તા.24
1960થી ગુજરાતની અલગ રાજય તરીકે સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સતત 8000 દિવસો સુધી મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કરનારા ભાવનગરના ઘોઘાના ધારાસભ્ય અને મંત્રી પરસોતમ સોલંકીનો 23મીના ગુરુવારે 64મો જન્મદિવસ હતો. જેની શુભેચ્છા આપવા કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ઉમટી પડયા હતા.

નોંધનીય છે કે, પરસોતમ સોલંકી સતત 1998થી તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા બાદ હાલ તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

 

 

Print