www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહારાષ્ટ્રમાં ચોમાસુ જમાવટ કરવા લાગ્યું: થાણે-મુંબઇ-પાલઘરમાં ભારે વરસાદ: પાણી ભરાયા


સાંજ સમાચાર

ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન વ્હેલું થયા બાદ નબળું પડવા સાથે પ્રગતિ ધીમી પડી ગઇ છે ત્યારે હવે આગળ વધીને મહારાષ્ટ્રમાં જમાવટ કરવા લાગ્યું હોય તેમ મુંબઇ-પાલઘર-થાણે સહિતના ભાગોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રાયગઢ, નાગપુર, રત્નાગીરી, થાણે, પાલઘર માટે ઓરેન્ટ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો અને અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. મહારાષ્ટ્રના પુના જેવા શહેરો માટે પણ એલર્ટની ઘોષણા કરવામાં આવી હતી અને માછીમારોને દરિયામાં નહીં જવા સુચવાયું હતું થાણેમાં ભારે વરસાદથી અનેક ભાગોમાં ઘુટણસમા પાણી ભરાયા હતા અને જનજીવનને વ્યાપક અસર થઇ હતી.

 

Print