www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતમાં ચોમાસુ હજુ 4-5 દિવસ સક્રિય રહેશે


જાણીતા વેધર અશોકભાઇ પટેલની તા.8 જુલાઇ સુધીની આગાહી: બે સરક્યુલેશન સક્રિય: કેટલાંક ભાગોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ શક્ય

સાંજ સમાચાર

રાજકોટ, તા.9
ગુજરાતભરમાં મેઘરાજા સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે આવતા પાંચ દિવસ ચોમાસુ હજુ સક્રિય રહેવાની તથા લગભગ તમામ ભાગોમાં વરસાદનો એક કે તેથી વધુ રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેઘર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વધુ વરસાદ માટેના સંજોગો સાનુકુળ છે. એક અપર એર  સાયક્લોનિક સરક્યુલેશન અરબી સમુદ્ર તથા ગુજરાત રાજ્ય પર 1.50 કિમીથી 5.8 કિમીના લેવલે કેન્દ્રીય છે અને તેનો દક્ષિણ તરફ ઝુકાવ છે. બીજુ સરક્યુલેશન મધ્યપ્રદેશ પર 5.8 કિ.મી.ના લેવલ પર કેન્દ્રીત છે એટલે અમુક દિવસ મધ્ય પ્રદેશથી ગુજરાત સુધી ટ્રફ સર્જાવાની શક્યતા છે.

તા.1 થી 8 જુલાઇ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં ચારથી પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેવા સાથે વધુ વરસાદ પડી શકે છે જુદા-જુદા વિસ્તારોમાં વરસાદની માત્રા અલગ રહેવાની સંભાવના છે.

કેટલાંક ભાગોમાં આ દરમ્યાન વરસાદના એક કરતા પણ વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે. છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્રની સરખામણીએ ગુજરાત રીજીયનમાં વરસાદની ઘટ માલુમ પડી હતી તે વર્તમાન દોરમાં રિકવર થઇ જવાની શક્યતા છે.

Print