www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના બોર તળાવમાં ડૂબી ગયેલી દીકરીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ -સહાય


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.22
 ભાવનગનરના બોરતળાવ ખાતે એક અત્યંત દુ:ખદ ઘટના બની છે. ગઈકાલેસવારના સમયે પાંચ દીકરીઓ કપડાં ધોવા માટે બોરતળાવ ગઈ હતી. એ દરમિયાન એક બાલિકા અકસ્માતે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેને બચાવવા માટે અન્ય કિશોરીઓ પાણીમાં ગઈ હતી.

આ દુ:ખદ ઘટનામાં એક પછી એક એમ કુલ મળીને ચાર દીકરીઓ પાણીમાં ડૂબી જતાં તેમના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં મરણ પામેલી દીકરીઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60 હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતક દીકરીઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ રાશિ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે. 

 

Print