www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિના પ્રમુખ બાબુ પરમારે ડોકટરોનું કર્યું સન્માન: ફ્રુટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી


સાંજ સમાચાર

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને હિમોફિલીયા  સોસાયટી મોરબી સાથે જોડાયેલા બાબુભાઈ પરમારનો જન્મદિવસ હતો જેથી તેઓએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલ હાર કરીને આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જઈને ત્યાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતુ અને મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા સહિતના ડોક્ટર સહિતના સ્ટાફનું સન્માન કર્યું હતું. ત્યારે સમાજના આગેવાનો, પક્ષના હોદેદારો તેમજ મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.         (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Print