www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચ્છનાં દરિયામાં વધુ પાંચ કરોડનું ડ્રગ્સ મળ્યું


સિંઘોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં બિનવારસી તણાઈ આવેલા કોથળામાં ચરસના 10 પેકેટો મળી આવ્યા

સાંજ સમાચાર

ભુજ,તા.22
કચ્છના દરિયાઈ સીમામાંથી માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા 12 દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઇન પેકેટ સતત મળી રહ્યા છે.

જખૌના મરીન સેકટરના મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમ્યાન સિંધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગમાં બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ કોથળો દરિયાના પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો હતો.

જેમાં 5 કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મરીન કમાન્ડોને મળી આવ્યા હતાં. મોટા કોથળાની ચકાસણી કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ મળી આવ્યા હતાં જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 પેકેટ લેખે 50 લાખ રૂપિયા છે. તેવા કુલ 5 કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા છે.

આ અંગે મરીન કમાન્ડોએ જખૌ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ચરસના 10 પેકેટ જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 

Print