www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બજેટમાં પોતાનું ઘર બનાવવા માટે વધુ છુટછાટની આવશ્યકતા : રિયલ્ટી કંપનીઓેની બજેટ પર નજર!


લોકોની માંગ : કરમુક્તિમાં વધારો અને રૂા. 8પ લાખ સુધીના મકાનો પર એર્ફોડેબલ હાઉસિંગના લાભ

સાંજ સમાચાર

નવી દિલ્હી : છેલ્લા પાંચ વર્ષમાં, એફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં આવતા મકાનોના ઘટતા વેચાણ અને ઊંચા વ્યાજ દરો વચ્ચે, રિયલ્ટી કંપનીઓએ સામાન્ય બજેટ પર તેમની નજર કેન્દ્રિત કરી છે. તેમનું કહેવું છે કે આવતા મહિને બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હોમ લોન પર ટેક્સ મુક્તિમાં વધારો, સમગ્ર હાઉસિંગ સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપવા અને મોટા અને વધુ કિંમતના મકાનોને એફોર્ડેબલ હાઉસિંગના દાયરામાં લાવવા જેવા પગલાં લેવા જોઈએ, જેથી સાથે ઉદ્યોગોની સાથે સામાન્ય લોકોને પણ મકાન ખરીદવામાં રાહત મળે.

એસોચેમ ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ રિયલ એસ્ટેટ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના ચેરમેન પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘ૠજઝ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નિયમોમાં રાહત આપવાથી પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થશે. કલમ 24 હેઠળ હોમ લોનના વ્યાજમાં છૂટ રૂા.પાંચ લાખ રૂપિયા હોવી જોઈએ. રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપવાથી રોકાણ વધશે.

પ્રિન્સીપાલ એમાઉન્ટ અને હોમ લોન પર વ્યાજ બંને પર ટેક્સ મુક્તિ મર્યાદા વધારવી જોઈએ. કલમ 80ઈ હેઠળ રૂ. 1.5 લાખની મર્યાદા અપૂરતી છે, તેથી હોમ લોનની પ્રિન્સીપલ રી-પેમેન્ટ પર કપાત માટે એક અલગ એકશન ઉમેરવો જોઈએ.

વેચાણમાં વ્યાજબી ઘરોનો હિસ્સો ઘટી રહ્યો છે: રિપોર્ટ
ઘરોની કુલ  વેચાણમાં પોસાય તેવા ઘરોનો હિસ્સો ઘટી રહ્યો છે. 2019 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના 7 મોટા શહેરોમાં કુલ વેચાણમાં પરવડે તેવા ઘરોનો રેકોર્ડ 37% હિસ્સો છે. પરંતુ એનારોક ગ્રુપના રિપોર્ટ અનુસાર, ’2024ના પહેલા ક્વાર્ટર દરમિયાન આ આંકડો ઘટીને 20% પર આવી ગયો છે. 2019માં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં તેજી જોવા મળતી નથી. એકંદર હાઉસિંગ સપ્લાયમાં આ સેગમેન્ટનો હિસ્સો પણ ટોચના 7 શહેરોમાં ઘટીને 18% થયો છે, જે 2019માં લગભગ 40% હતો.

નોન-મેટ્રો શહેરોમાં મકાનની કિંમત મર્યાદા વધારવાની માંગ
ભારતમાં 90 ચોરસ મીટર સુધીના મકાનો અને મોટા શહેરોમાં 60 ચોરસ મીટર સુધીના મકાનો સસ્તા કેટેગરીમાં છે, જેની કિંમત 45 લાખ રૂપિયા સુધી છે. એનારોક ગ્રૂપના ચેરમેન અનુજ પુરીએ કહ્યું, ’એફોર્ડેબલ હાઉસિંગમાં મકાનોની કિંમત મર્યાદા હવે વધારીને 45 લાખ રૂપિયાથી વધુ કરવી જોઈએ. મુંબઈમાં ઓછામાં ઓછા રૂ. 85 લાખ અને અન્ય શહેરોમાં રૂ. 60-65 લાખના મકાનોને આ કેટેગરીમાં સામેલ કરવા જોઈએ.

જેથી વધુ ખરીદદારો નીચા ૠજઝ દર અને સરકારી સબસિડી જેવા લાભો મેળવી શકશે. પુરીએ કહ્યું, ’પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, ઊઠજ/કઈંૠ કેટેગરી માટે હોમ લોન પર ક્રેડિટ લિંક્ડ સબસિડીની સ્કીમ 2022માં સમાપ્ત થઈ ગઈ હતી, જે ફરી શરૂ થવી જોઈએ જેથી પહેલીવાર સસ્તું ઘર ખરીદનારાઓને રાહત મળે.’

Print